35 મુસાફરોથી ભરેલી બસ બેકાબુ બનતા પલટી ખાઈ ગઈ, 2 સગા ભાઈઓ સહિત 4 લોકોના કરુણ મોત… એક સાથે બે સગા ભાઈઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 12:47 pm, Sun, 19 February 23

શનિવારના રોજ સવારના સમયે બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક સ્લીપર પેસેન્જર બસ બેકાબુ થઈને પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક મહિલા, એક યુવક અને બે સગા ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

એટલે કે આ અકસ્માતની ઘટનામાં કુલ 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

આ ગંભીર અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના છતતરપુરમાં બની હતી. ઇન્દોરથી છતરપુર તરફ જઈ રહેલી સ્લીપર પેસેન્જર બસ શનિવારના રોજ સવારે સાગરની નિવાર ઘાટીમાં અચાનક જ બેકાબુ થઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ગોલ્ડન ટ્રાવેલર્સની બસ પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતની ઘટના વેલી સવારે લગભગ છ વાગ્યાની આસપાસ બની હતી. ખીણવાળા રસ્તા પર વળાંકમાં અચાનક જ બસ બેકાબુ બની ગઈ હતી. જેના કારણે બસ પલટી ખાઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા લોકોને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલ્યા હતા.

જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે બસની અંદર લગભગ 35 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. ગંભીર અકસ્માતની ઘટનામાં 27 વર્ષીય રોહિત જૈન અને 25 વર્ષીય પવન જૈન નામના બે સગા ભાઈઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અનામિકા નામની મહિલા અને 35 વર્ષના રાજેન્દ્ર નામના વ્યક્તિએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અચાનક જ બસ કયા કારણોસર બેકાબુ બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "35 મુસાફરોથી ભરેલી બસ બેકાબુ બનતા પલટી ખાઈ ગઈ, 2 સગા ભાઈઓ સહિત 4 લોકોના કરુણ મોત… એક સાથે બે સગા ભાઈઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*