ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા ASI મનુભાઈનું દુઃખદ નિધન, ગુજરાત પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો… ‘ઓમ શાંતિ’

Published on: 12:59 pm, Sat, 3 December 22

સમગ્ર દેશભરમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. હાલમાં થોડાક સમય પહેલા એક બસના ડ્રાઇવરને ચાલુ બસમાં હાર્ટ એટેક આવી ગયો હતો. જેના કારણે ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજુલા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASIનું હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ નિધન થયું છે.

ASI ફરજ પર હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમના મૃત્યુના સમાચાર મળતા જ પોલીસબેડામાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા ASIનું નામ મનુભાઈ સુરીંગભાઇ મેંગળ છે. તેમની ઉંમર 45 વર્ષની હતી. મનુભાઈ મૂળ બાબરીયાધારીના વતની હતા અને રાજુલા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાના દિવસે મનુભાઈને ચાલુ ફરજ પર અચાનક જ હાર્ટ એટેક આવ્યું હતું.

ત્યારબાદ મનુભાઈને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ નિધન થયું હતું. આ ઘટનાની માહિતી મળતા જ કોંગ્રેસના ઉમેદવાર અમરીશભાઈ ડેર સહિતના આગેવાનો દવાખાને દોડી આવ્યા હતા. મનુભાઈ નું મૃત્યુ થતા જ તેમના પરિવારજનો અને પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો હતો.

મનુભાઈના મૃત્યુ બાદ તેમના મૃતદેહને બાબરીયાધાર લાવવામાં આવ્યું હતું અહીં ડીવાયએસપી હરેશ વોરા સહિત પોલીસ જવાન હોય ગાર્ડ ઓફ ઓનર આપી મનુભાઈને શ્રધ્ધાસુમન અર્પણ કર્યો હતું. મનુભાઈ પીઆઈના રાઇટર તરીકે પોલીસ સ્ટેશનમાં ફરજ બચાવી રહ્યા હતા. તેમના નિધનના કારણે પોલીસબેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા ASI મનુભાઈનું દુઃખદ નિધન, ગુજરાત પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો… ‘ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*