વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત… સાબરકાંઠામાં એક યુવાનને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો, પછી કંઈક એવું બન્યું કે…

Published on: 11:06 am, Mon, 23 October 23

ગુજરાત રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનામાં વધારો થતા જ ગુજરાતની જનતા ચિંતામાં મુકાઈ ગઈ છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં દરરોજ ઘણા લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થાય છે.

ત્યારે સાબરકાંઠામાં બનેલી તેવી જેક ઘટના સામે આવી રહી છે. અહીં એક યુવકનું હૃદય થંભી જતા તેનું મોત થયું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ ભરત પટેલ હતું. મળતી માહિતી અનુસાર ભરત પટેલ સાબરકાંઠાના સબલવાડા કંપાના રહેવાસી હતા. ગઈકાલે અચાનક જ ભરત પટેલને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પછી તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.

એટલે પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા અને ભરત પટેલને ઉપાડીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે ભરત પટેલની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

એક જ અઠવાડિયામાં સાબરકાંઠામાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની આ બીજી ઘટના છે. ગુજરાતમાં સતત વધતી હાર્ટ એટેકની ઘટનાના કારણે લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. ખાસ કરીને છેલ્લા બે-ત્રણ દિવસમાં ઘણા લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત… સાબરકાંઠામાં એક યુવાનને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો, પછી કંઈક એવું બન્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*