2 કાર વચ્ચે સામ સામે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… મહિલા પોલીસ કર્મચારી સહિત 3 લોકોના મોત…

Published on: 12:33 pm, Mon, 23 October 23

ગુજરાતમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહે છે. પાટણના સમી-રાધનપુર હાઇવે પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલા પોલીસ કર્મચારી સહિત ત્રણ લોકોના મોત થયા છે. બંને કાર વચ્ચે આટલી જોરદાર ટક્કર થઈ હતી કે નજરે જોનાર લોકોના રુવાડા બેઠા થઈ ગયા હતા.

જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલા પોલીસ કર્મચારી સીમા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. સીએમના કાર્યક્રમના બંદોબસ્ત માંથી પરત ફરતી વખતે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સાથલી ગામના પોલીસ કર્મચારી અને તેમના પત્ની તથા અન્ય રૂખીબેન દેવાભાઈ દેસાઈ નામની મહિલા પોલીસ કર્મચારી પાટણ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બંદોબસ્ત માટે આવ્યા હતા. બંદોબસ્ત બતાવ્યા બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં સ્વીફ્ટ કાર અને ઇકો કાર વચ્ચે સામસામે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં સ્વીફ્ટ કારમાં સવાર રેખાબેન નારસંગભાઈ દેસાઈ અને તેમના પતિ વિષ્ણુભાઈ જમાભાઇ દેસાઈનું કરુણ મોત થયું હતું. આ ઉપરાંત અન્ય પોલીસ કર્મચારી રૂખીબેન દેવાભાઈ દેસાઈનું નામની મહિલા કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેમને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.

જ્યારે આ ઘટનામાં ઇકો કારમાં સવાર બે મહિનાની માસુમ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી આ કારણોસર તેનું કરુણ મોત થયું હતું. ઉપરાંત અકસ્માતની ઘટનામાં ઇકો કારમાં સવાર અન્ય આઠ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માતની ઘટનામાં સ્વીફ્ટ કારમાં સવાર મહિલા કોન્સ્ટેબલ અને તેના પતિ અને ઇકો કારમાં સવાર માસુમ બાળકીનું મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "2 કાર વચ્ચે સામ સામે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… મહિલા પોલીસ કર્મચારી સહિત 3 લોકોના મોત…"

Leave a comment

Your email address will not be published.


*