એસ.પી. શ્રી નિર્લિપ્ત રાયની અમરેલીમાંથી બદલી થતાં લોકો થઈ ગયા ભાવુક, વિદાય સમારોહમાં લોકો રડવા લાગ્યા…

Published on: 6:31 pm, Tue, 5 April 22

ગુજરાત રાજ્યમાં થોડાક દિવસોમાં ઘણા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓની બદલીમાં અમરેલીના એસ.પી શ્રી નિર્લિપ્ત રાયનું નામ પણ છે. એસ.પી શ્રી નિર્લિપ્ત રાય 47 મહિનાથી અમરેલીમાં ફરજ બજાવી રહ્યા હતા. અમરેલીમાં અત્યાર સુધીમાં 47 વર્ષ સુધી એસ.પીની ફરજ પર કોઈ રહ્યું નથી. આ પહેલી ઘટના છે જેમાં નિર્લિપ્ત રાય 47 મહિના સુધી એસપીને ફરજ બજાવી છે.

એસ.પી શ્રી નિર્લિપ્ત રાય એક જ સ્થળે આટલો લાંબો સમય પહેલી વખત કાઢ્યો. કારણ કે અગાઉ પાંચ વર્ષમાં તેમની છ વખત બદલી થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા નિર્લિપ્ત રાયને અમરેલીમાં એસપીની ફરજ પર મૂકવામાં આવ્યા હતા. અમરેલીમાં કાયદો અને વ્યવસ્થા અસ્ત વ્યસ્ત થઈ ગઈ હતી. આ કારણોસર રાજ્ય સરકાર દ્વારા કાયદાઓ અને વ્યવસ્થાને સરખી કરવા માટે નિર્લિપ્ત રાયને અમરેલીમાં ફરજ પર મુક્યા હતા.

જ્યારે નિર્લિપ્ત રાયને અમરેલીમાં ફરજ પર મૂકવામાં આવ્યા ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓ અને માફિયાઓ નું એવું માનવું હતું કે આવા તો કેટલાય એસ.પી આવ્યા અને કેટલાય ગયા. પરંતુ એસ.પી શ્રી નિર્લિપ્ત રાયે અમરેલીમાં એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કે અમરેલીના લુખ્ખા તત્વો અને અમુક પોલીસ અધિકારીઓએ અમરેલી જોડવાની તૈયારીઓ કરવા લાગ્યા હતા.

એસ.પી શ્રી નિર્લિપ્ત રાય ફરજ પર આવ્યા ત્યારબાદ તેમને સૌપ્રથમ માફિયાઓ સાથે સંબંધ ધરાવતા પોલીસ અધિકારીઓને શોધવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે માફિયાઓ અને માફિયાઓ સાથે સંબંધ રાખતા પોલીસ અધિકારીઓના મનમાં તેમનો ડર બેસી ગયો હતો. કાયદાની તાકત કોઈપણ માફિયા કરતાં મોટી હોય છે. એસ.પી શ્રી નિર્લિપ્ત રાયે અમરેલીના ઘણા બધા લુખ્ખા તત્વોને કાયદો શું છે તે સમજાવી દીધું હતું.

એસ.પી શ્રી નિર્લિપ્ત રાયનો ડર માફિયા અને લુખ્ખા તત્વો માં એટલો વધી ગયો હતો કે તે લોકોએ ભેગા મળીને આંદોલનના નામે એસ.પી શ્રી નિર્લિપ્ત રાયની બદલી કરવાના પણ ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ કોઈને સફળતા મળી નહીં. એસ.પી શ્રી નિર્લિપ્ત રાયે અમરેલીની લેડી ડોન સહિત અનેક લુખ્ખા તત્વો અને જેલની દીવાલ પાછળ ધકેલી દીધા હતા.

47 મહિના પછી એસ.પી શ્રી નિર્લિપ્ત રાયની બદલી થતા આખુ અમરોલી તેમને વિદાય આપવા આવ્યું હતું. તેમની વિદાયમાં ઘણા લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિદાય વખતે લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એસ.પી. શ્રી નિર્લિપ્ત રાયની અમરેલીમાંથી બદલી થતાં લોકો થઈ ગયા ભાવુક, વિદાય સમારોહમાં લોકો રડવા લાગ્યા…"

Leave a comment

Your email address will not be published.


*