ચૂંટણીઓના પડઘમ વાગતા રૂપાણી સરકાર ખેડૂતો ઉપર થઈ મહેરબાન, રાજ્ય સરકાર ખેડૂતો માટે લાવી ત્રણ નવી યોજના

Published on: 10:55 am, Sun, 27 September 20

ચૂંટણીનો સમય નજીક આવતા સરકાર દ્વારા ખેડૂતો અને જનતા ઉપર ભારે મહેરબાન થઇ ને નવી નવી યોજનાઓ ની જાહેરાતો કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના માં વધુ ત્રણ નવી યોજનાઓ નો સમાવેશ કરીને ખેડૂતોને લાભ આપવા જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી,મંત્રીમંડળના સભ્યો અને અધિકારીઓ સાથે જિલ્લા અને તાલુકા સ્તરે વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, અગાઉ ખેડૂતો ને વાહન ખરીદી માટે સહાય આપી છે.ગાય આધારિત ખેતી માટે ગયદીથ મહિને રૂપિયા 900 સહાય એમ કુલ ત્રણ પગલા બાદ વધુ ત્રણ પગલાંઓ શનિવારથી આરંભ થઈ રહ્યો છે. જેમાં નાના વેપારીઓ કે છુટક શાકભાજી,ફળ વેચીને કમાણી કરે છે તેમને શાક બગડે નહીં તે માટે તેમણે વિનામૂલ્યે છત્રી આપવામાં આવશે.

રાજ્યના 70 હજાર ફેરિયાઓને રૂપિયા 10 કરોડ ની છત્રી ઓ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે. ખેતરોમાં ઊભા પાકને બચાવવા કાંટાવાળી તારની વાડ ની યોજના માં કલસ્ટર નું પ્રમાણ ઘટાડવા ઉપરાંત સરકારે સબસીડીની રકમ પણ ₹150 થી વધારીને ₹200 કર્યો છે.જ્યારે નાના સિમાંત ખેડૂતોને ઓછી મહેનતે વધુ પાક મળે તે માટે સ્માર્ટ હેન્ડ ટુલ કીટ માં સાધનોનું વિતરણ કરવામાં આવનાર છે. જેનો લાભ 20,000 જેટલા ખેડૂતોને મળશે અને તેના માટે બજેટમાં ₹ 22 કરોડની જોગવાઇ છે.

ભૂંડ,રોઝ જેવા પ્રાણીઓથી પાકને બચાવવા ખેતરમાં ફરતે કાંટાળી વાડ ઊભી કરવાની યોજનામાં સરકારે 10 હેક્ટર કલસ્ટર ની મર્યાદા ઘટાડી ને પાંચ હેક્ટરના કલાસ્ટર કરી છે. આ ફેરફારથી ખેડૂતોને અરજીઓનો ઝડપથી નિકાલ આવશે.

ખેતર ની વાડ કરવા હવે ઘરના કલસ્ટર માં સહાય મળશે આમ ખેડૂતોને સરકારી લાભો લેવા માટે આગળ આવવા જણાવાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચૂંટણીઓના પડઘમ વાગતા રૂપાણી સરકાર ખેડૂતો ઉપર થઈ મહેરબાન, રાજ્ય સરકાર ખેડૂતો માટે લાવી ત્રણ નવી યોજના"

Leave a comment

Your email address will not be published.


*