ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત વધારો, કપાસિયા તેલમાં થયો આટલા રૂપિયાનો વધારો..

Published on: 10:31 am, Mon, 5 July 21

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ ડિઝલના ભાવની સાથે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. તેના કારણે દેશની સામાન્ય જનતા ચિંતામાં મુકાયા છે. શુક્રવારના રોજ સિંગતેલના ભાવમાં ૧૫ રૂપિયાનો વધારો કર્યો હતો ત્યારે આજ ફરી એક વખત સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો.

સિંગતેલના ભાવમાં આજરોજ 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત કપાસિયાતેલમાં 40 રૂપિયાનો  વધારો કરાયો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ 2430 રૂપિયાએ પહોંચી ગયો છે.

ગુજરાતમાં રાજકોટમાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલના ડબ્બા નો ભાવ 2300 રૂપિયાને પહોંચ્યો છે. કપાસિયા તેલના ભાવ 40 રૂપિયાનો વધારો થયો છે.

સિંગતેલના ભાવ 2400 રૂપિયા હતો પરંતુ આજે 30 રૂપિયાનો વધારો થતા 2430 રૂપિયા ભાવ પહોંચ્યો છે. દેશમાં સિંગતેલનો ભાવ દિવસેને દિવસે આસમાની સપાટી પર પહોંચી રહ્યો છે.

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા એક વર્ષમાં સિંગતેલના ભાવમાં સામાન્ય વધારો ઘટાડો થઈ રહ્યો છે. મહત્વનું એ છે કે મે માસમાં સિંગતેલના ભાવમાં 150 ઘટાડો થયો હતો. ત્યારે સિંગતેલનો ભાવ 2480 રૂપિયા આસપાસ હતો.

મળતી માહિતી મુજબ સિંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઇના સાથેના વેપારો બંધ હતા. બીજી તરફ ઈમ્પોર્ટ તેલ ના ભાવ કાબૂમાં આવ્યા હતા. એની સાથે સિંગતેલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!