રાજકોટમાં બેઠેલા પુલ પરથી પસાર થઈ રહેલી રીક્ષા મુસાફરો સાથે આજી નદીમાં ખાબકી, રિક્ષામાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ…

Published on: 11:57 am, Mon, 13 December 21

રાજકોટ શહેરમાં મુસાફરોથી ભરેલી રિક્ષા આજી નદીની અંદર ખાબકી છે. આ ઘટનામાં રીક્ષાની અંદર સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર રાજકોટના કેસરી હિન્દ પુલ નીચે બેડીપરા નજીક આવેલા બેઠેલા પુલ પરથી મુસાફરોથી ભરેલી રિક્ષા પસાર થઇ રહી હતી.

ત્યારે રિક્ષાચાલકે રિક્ષા પર કાબુ ગુમાવ્યો હતો અને રિક્ષા નદીની અંદર ખાબકી ગઇ હતી. આ ઘટના બનતાં સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

અને રીક્ષામાં સવાર મુસાફરો અને રિક્ષાને નદીની અંદર થી બહાર કાઢી હતી. મળતી માહિતી અનુસાર મુસાફરો અને રિક્ષા ચાલકની સમયસૂચકતાને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. મળતી માહિતી અનુસાર પુલ તૂટેલો હોવાના કારણે ત્યાં વાહનોની અવરજવર થતી નથી પરંતુ આ વાતની જાણ રિક્ષાચાલકને ન હતી.

અને તેને બેઠેલા પુલ પરથી રીક્ષા પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રિક્ષા પુલ પરથી પસાર થઈ શકી નહી અને નદીની અંદર ખાબકી ગઇ. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

લગભગ એક કલાકની મહેનત બાદ રિક્ષા અને દોરડાની મદદથી નદીની બહાર કાઢવામાં આવી હતી. રિક્ષા ચાલકની અંદાજે 30 થી 35 હજારની રિક્ષા માં નુકસાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!