આમ આદમી પાર્ટી મોટો ખેલ પાડવાની તૈયારીમાં,2022 ની ચૂંટણી માં આપ ઇતિહાસ માં પ્રથમવાર…

Published on: 10:55 am, Mon, 13 December 21

ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં થયેલા સર્વે અનુસાર માનવામાં આવે તો ભાજપ માટે મોટા ખુશીના સમાચાર છે. આવનારા વર્ષે દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઇને એક સર્વે કરવામાં આવ્યો હતો. જો સર્વેનું માનવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર ની વાપસી થઇ રહી છે

અને ઉપરાંત ઉતરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપ સરકાર બનાવાના એંધાણ છે જ્યારે પંજાબમાં કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીની સરકાર બનાવે તેવો સર્વેમાં ખુલાસો થયો છે.આ સર્વે ડિસેમ્બરનાં પહેલા અઠવાડિયામાં થયો છે જે આવતા વર્ષે પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે

તેમાં પંજાબ ને છોડીને તમામ રાજ્યમાં ભાજપ સરકાર બનાવશે. ઉત્તર પ્રદેશમાં ભાજપના યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવની ભારે ટક્કર મળવાની આશા છે. ભાજપ સરકાર 403 માંથી 212-224 સીટો જીતી શકે છે

સર્વે અનુસાર આમ આદમી પાર્ટીને પંજાબમાં 50-56 સીટ મળવાની આશા છે જ્યારે કોંગ્રેસને 39-45 સીટો મળવાની આશા છે જ્યારે પંજાબમાં સરકાર બનાવવા માટે પાર્ટીને ઓછામાં ઓછી 59 સીટો ની જરૂર છે. ભાજપને 0-3 સીટો મળશે.,2022 ની ચૂંટણી માં આપ ઇતિહાસ માં પ્રથમવાર પંજાબ રાજ્ય જીતે તેવા એંધાણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!