ચૂંટણી નજીક આવતા કેન્દ્રની મોદી સરકારે સામાન્ય જનતાનું ઘટાડ્યું ટેન્શન,જાણો પેટ્રોલ ડીઝલના આજના ભાવ

Published on: 12:17 pm, Mon, 13 December 21

ચૂંટણી નજીક આવતા કેન્દ્રની મોદી સરકારે ઘણા દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કર્યો નથી જે સામાન્ય જનતા માટે મોટા રાહતના સમાચાર છે. ચૂંટણી નજીક આવતા કેન્દ્રની મોદી સરકારે સામાન્ય જનતાનું ટેન્શન ઘટાડ્યું છે.

આજરોજ એટલે કે સોમવારના રોજ પેટ્રોલ ડીઝલ ના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે જે પેટ્રોલ-ડીઝલની કિંમત કેટલાક દિવસોથી સ્થિર બનેલી છે.સરકારી તેલ કંપનીઓએ આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યા નથી.

IOCL ની વેબસાઇટ અનુસાર આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 95.41 રૂપિયા પ્રતિ લીટર છે ત્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે.

સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમત બદલાય છે.સવારે 6:00 નવા ભાવ લાગુ કરવામાં આવે છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડીયા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે.

તમે પણ તમારા શહેરની પેટ્રોલ-ડીઝલની કિંમત જાણવા ઈચ્છતા હોય તો એસ.એમ.એસ દ્વારા જાણી શકો છો.ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર તમે RSP અને તમારા શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે અને તમે તરત જ ભાવ જાણી શકશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!