ભાજપ ને 2022 ની ઉત્તરપ્રદેશની ચૂંટણી જીતવા ગુજરાતના આ દિગ્ગજ નેતાઓને સોપાઈ જવાબદારી,જાણો વિગતે

Published on: 12:32 pm, Mon, 13 December 21

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.11 જિલ્લાની 71 બેઠકો માટે ગુજરાત ભાજપના નેતાઓ સહિત 165 કાર્યકરો ઉત્તર પ્રદેશ જશે. પૂર્વ મહામંત્રી કે.સી પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ

અને ઉપાધ્યક્ષ જનક બગદાણા, પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ઓબીસી મોરચાના મહામંત્રી મયંક નાયક ચૂંટણીપ્રચારમાં જશે.ભાજપના નેતાઓ અવધ,ગોડા, રાયબરેલી, સીતાપુર,બલરામપુર, લખનઉ અને અયોધ્યા સહિતના 11 જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરશે.

આ તમામ નેતાઓ 16 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશ જવાના છે અને તેમને શક્તિ કેન્દ્ર અને બુથ સમિતિ પર કામ કરવાનું સૂચન કરાયું છે.તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં સોનિયા ગાંધીના ગઢ માં ગાબડું પાડવા માટે રાજકોટના કશ્યપ

શુકલને જવાબદારી સોંપાય તેવું જણાઈ રહ્યું છે.જ્યારે રાયબરેલીમાં ઉદય કાનગડ અને કે.સી.પટેલ પણ કા તો રામ મોકારિયા ને ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લા ની જવાબદારી સોંપાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાજપ ને 2022 ની ઉત્તરપ્રદેશની ચૂંટણી જીતવા ગુજરાતના આ દિગ્ગજ નેતાઓને સોપાઈ જવાબદારી,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*