સુરત શહેરની એક ખૂબ જ દુઃખ દાયક ઘટના સામે આવી છે જેમાં એક 14 વર્ષના માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરતના કાદરશાની નાળ ખાતે મેટ્રો પ્રોજેક્ટને લઈને સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગઇકાલે અખતર શેખ નામનો 14 વર્ષનો બાળક પોતાના મિત્ર સાથે રમવા ગયો હતો.
જેના પર લોખંડનો પિલોર પડે છે અને તેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જાય છે. ઘટનાની જાણ થતા પરિવારજનો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના બન્યા બાદ મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરતા અને પાલિકાના લોકો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.
મૃત્યુ પામેલો બાળક ધોરણ 8માં અભ્યાસ કરતો હતો ને તે ગઈકાલે પોતાના મિત્રો સાથે રમવા માટે ગયો હતો. મેટ્રો સ્ટેશન ની કામગીરી ચાલી રહી હતી ને ત્યાં બાળકો રમી રહ્યા હતા. ત્યારે એક લોખંડનો પીલર અખતર ઉપર પડે છે. જેના કારણે 14 વર્ષના અખતરનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા બાળકને કાકાએ જણાવ્યું કે, અખતર અહીં રમવા માટે આવ્યો હતો. હું મારા કામ પર હતો ત્યારે મને ફોન આવ્યો કે તમારા ભત્રીજા નું મૃત્યુ થયું છે. પાઈપ નીચે દબાઇ જવાના કારણે તમારા ભત્રીજા નું મૃત્યુ થયું છે.
અહીં કોર્પોરેશન નું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત મૃત્યુ પામેલા બાળકને કાકાએ કહ્યું કે હવે અમે મેટ્રો પ્રોજેક્ટનું કામ થવા નહીં લઈએ. અને અમારી દિલ્હી સુધી જવું પડે તો અમે જઈશું અને આ કામ અટકાવીને જ રહેશે. અખતરના મૃત્યુની જાણ થતા તેના માતા-પિતા બેભાન થઈ ગયા હતા.
પાલિકાની બેદરકારીને કારણે એક 14 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હતી ત્યાં કોઈ પણ પ્રકારની સેફટી રાખવામાં આવી ન હતી તેના કારણે એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!