સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે કહ્યું જો સત્તામાં આવીશું તો દાખલ કરીશું…

Published on: 3:44 pm, Thu, 11 February 21

ગુજરાત રાજ્યમાં ચૂંટણીને લઇને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.દ્વારા સંપૂર્ણ તૈયારી પૂરી કરી દેવામાં આવી છે અને વિપક્ષે આજરોજ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં શપથ પત્ર તરીકે કોંગ્રેસ પક્ષે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે.

આ ચૂંટણી ઢંઢેરામાં કહ્યું કે તમામ શહેરીજનોને સરકારની સેવાઓ સુવિધાઓ સ્કીમ્સ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે.સત્તામાં આવ્યાના 24 કલાકમાં જ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ ની પ્રથા નાબૂદી ની શરૂઆત કરીશું.

સત્તામાં આવ્યાના 24 કલાકમાં જ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરીશું. એકસીડન્ટ અને ફાયર ઇમર્જન્સી માટે હેલિકોપ્ટર દ્વારા પવનપુત્ર એર સેવા શરૂ કરીશું. શહેરના જાહેર માર્ગો પર એર પ્યુરીફાયર લગાવીશું.

કેવો એ વચન આપતાં કહ્યું કે અંગ્રેજી માધ્યમમાં મફત શિક્ષણ આપીશું અને સત્તામાં આવ્યાના એક જ અઠવાડિયામાં શહેરના તૂટેલા રસ્તાઓ પુનઃ નિર્માણ કરીશું.કોરોના મહામારીમાં આર્થિક નુકશાની ભોગવી રહેલા.

ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપીશું. ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરીશું. સમગ્ર શહેરમાં વરસાદના પાણીના નિકાલ માટે એક્સપર્ટની મદદ લઈ.

વિશ્વસ્તરીય સવિર્સ કોરી ડોર બનાવીશું.તમામ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહનપાર્કીંગ આપીશું અને તમામ શહેરોમાં ફ્રી વાઈફાઈ ઝોન શરૂ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!