ગુજરાત રાજ્યમાં કોરોના નો કહેર સર્જાયો હતો જેની સાવચેતીના ભાગરૂપે રાજ્ય સરકારે માસ્ક ફરજિયાત પહેરવા માટે આદેશ કર્યો હતો અને સાથે સાથે સામાજિક અંતર નું પાલન કરવા પણ જણાવ્યું હતું. જે લોકો માસ્ક ન પહેરે તેના માટે કડક પણ કરવામાં આવ્યા છે.
જેને લઈને સરકારી વિભાગોની તિજોરી પણ ભરાય છે. રાજ્યમાં કોરોના રસી નું વિતરણ શરૂ થઈ ગયું છે જેના કારણે કોરોના ના કેસો માં પણ ઘટાડો થઈ રહ્યો છે અને માસ્ક ના નિયમને મરજિયાત કરવા માટે.
હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.રાજ્યમાં માસ્ક ને મરજિયાત કરવા અરજદારની હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ફરજિયાત માસ્ક ને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
ત્યારે અરજદારે આ ફરજિયાત માસ્ક ના નોટિફિકેશન ને રદ કરવા માટે દાદ માગી છે.અરજદારે જણાવ્યું કે બે વ્યક્તિ વચ્ચે એક મીટર નું અંતર હોય તો માસ્ક પહેરવું ફરજિયાત નથી.
ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસ માં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે અને બીજી બાજુ રસી પણ આપવામાં આવી રહી છે. રાજ્યમાં એક તરફ ચૂંટણીનો જંગ જામ્યો છે.
ત્યારે રાજ્યમાં ફરજિયાત માસ્ક ના નિયમ ને પડકારતી હાઇકોર્ટ માં અરજી કરવામાં આવી છે જેની હાઇકોર્ટ માં સુનાવણી અર્જન્ટ ચાર્જમાં થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment