ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે ત્રણ બેઠક પર નક્કી કર્યા ઉમેદવાર, જાણો કઇ બેઠક પર કોનું છે નામ?

Published on: 11:14 am, Sun, 11 October 20

ગુજરાત રાજ્ય વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બર ના રોજ યોજાવાની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર કરવા અંગે એક ન્યૂઝ એજન્સીને સચોટ જાણકારી પ્રાપ્ત થઇ છે. આ જાણકારી પ્રમાણે કોંગ્રેસ આઠ બેઠકોમાંથી ચાર બેઠકો પર પાટીદાર ઉમેદવારો ઉતારશે એ નક્કી છે.કોંગ્રેસ ભાજપના ઉમેદવારોની જાહેરાત સુધી રાહ જોશે અને.

ભાજપ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ જ કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરશે.આ આઠ વિધાનસભાની બેઠકો પૈકી ચાર બેઠકો પર કોંગ્રેસ પાટીદાર ઉમેદવારો ઉતારશે નક્કી છે અને સાથે સાથે ત્રણ બેઠકો પર કોને કોને ટિકિટ આપશે એ પણ નક્કી કરવામાં આવ્યું છે. કરજણ બેઠક પર સિદ્ધાર્થ પટેલ ચૂંટણી લડવામાં માગશે તો તેમને કોંગ્રેસ તક આપશે.

ધારી બેઠક જીતી આપવાની જવાબદારી પરેશ ધાનાણી ને સોંપી તેમના નિકટના સાથે સુરેશ કોટડિયા ની ટીકીટ અપાય તેવી શક્યતા છે જ્યારે અબડાસા બેઠક પર શાંતિલાલ સંઘાણી નું નામ નક્કી છે.

કોંગ્રેસ આ નામોની જાહેરાત ભાજપના નામો જાહેર થયા પછી કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!