ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવા અંગે હાલમાં ચર્ચા સર્જાય છે.ગુજરાત ભાજપ દ્વારા નક્કી કરાયેલી પેનલમાં નામના વિરોધ થતાં ફરી બેઠક યોજવાનો સમય આવ્યો છે. આ પેનલના નામ લઈને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દિલ્હી પહોંચ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,આજરોજ ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં.
આઠબેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામ નક્કી થવાની શક્યતા છે.આવતીકાલે સી.આર.પાટીલ ગુજરાત આવશે પણ 14 ઓક્ટોબર અથવા 15 ઓક્ટોબર ની આસપાસ ભાજપના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે.ભાજપમાં ચાલી રહેલી ખેંચતાણ ના કારણે પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારના નામ રહસ્ય અકબંધ છે.
આ નામો પર સર્વ સંમતિ નહિ સધાતાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નો દિલ્હી પ્રવાસ લંબાવાયો છે. દિલ્હીમાં ઉમેદવારોના નામ અંગે રવિવારે પણ હાઈ કમ્મન્ડ સાથે ચર્ચા થશે.
આ ઉપરાંત સંસદીય આવા સમિતિની બેઠકમાં સી.આર.પાટીલ હાજર રહેશે અને પાટીલ આ સમિતિના ચેરમેન હસે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!