ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી ને લઈને કોંગ્રેસમાં બેઠક દીઠ 2 ઉમેદવારના નામ તૈયાર, જાણો કઇ બેઠક પર કોનુ છે નામ

Published on: 9:35 am, Fri, 9 October 20

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની ને લઈને ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે 8 વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર બેઠક દીઠ બે નામ તૈયાર કર્યા છે.બે દિવસમાં મળનારી સ્કેનિંગ સમિતિમાં બેઠકના 18 દાવેદારો પર ચર્ચા થઈ રહી છે.આ સમિતિમાં ચર્ચા બાદ નક્કી થયેલ ઉમેદવારના નામ સેન્ટ્રલ એક્શન સમિતિને મોકળાશ અને પછી નામની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવશે. ભાજપ કઈ બેઠક પર કયા ઉમેદવાર ઉતારે છે તે સામાજિક ગણિત ના આધારે ઉમેદવારને ઉતારવામાં આવશે.છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરશે નહીં પરંતુ કોંગ્રેસ ના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉમેદવારોને પ્રચાર કરવા સૂચના આપી દેવામાં આવી છે.

ગઢડા :
મોહન સોલંકી, ભાનજીભાઈ સોસા

લીમડી :
ચેતન ખાચર, ભગીરથ સિંહ રાણા, કલ્પનાબેન મકવાણા

અબડાસા :
રાજેશ આહીર, શાંતિલાલ સાંધાણી

કરજણ :
કિરીટ સિંહ જાડેજા, ધર્મેશ પટેલ

ડાંગ :
સૂર્યકાંત ગામીત,ચંદર ભાઈ ગામીત

ધારી :
જેનીબેન ઠુંમર,સુરેશભાઈ કોટડીયા,કીર્તિ બોરીસાગર

કપરાડા :
હરીશ પટેલ, બાબુ વર્થા

મોરબી :
જયંતિલાલ પટેલ, કિશોરભાઈ ચીખલિયા

રાજ્યસભા ચૂંટણી વખતે કોંગ્રેસના 8 ધારાસભ્ય રાજીનામા ધરી દેતા વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવારે ભૂતકાળમાં બેઠક પર જીત મેળવી હતી.

પરંતુ આ વખતે જોવાનું રહેશે કે પેટા ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી બેઠક મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!