સુરતના હીરાઉદ્યોગમાં રત્ન કલાકારો બાદ આ લોકોમાં વધી રહ્યુ છે સંક્રમણ, તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો

Published on: 9:32 pm, Thu, 8 October 20

રાજ્યમાં સૌથી મોખરે હાલ કોરોના ના વધતા કેસોમાં સુરત છે અને સુરત રાજ્યમાં ધીમે ધીમે કોરોના પર નિયંત્રણ કરવામાં આગળ વધી રહ્યું છે.સુરતમાં હીરાના કારીગરો ને બદલે હવે હીરાના દલાલ માં સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે.સુરત શહેરના હીરા બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનું યોગ્ય રીતે પાલન ન થતાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.મ્યુનિસિપાલટી તંત્રે સુરતના હીરા બજાર અને કારખાનામાં છ ટીમથી સર્વેની કામગીરી શરૂ કરી હતી.

અને તેને વધારીને 10 કરી દેવામાં આવી છે.હીરા બજારમાં વધુ માત્રામાં ટેસ્ટ કરીને પોઝિટિવ ને શોધીને આઇસોલેત કરવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે.હાલમાં સુરતના હીરા બજાર અને હીરાબજારમાં આવેલી તમામ ઓફિસમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. મૂનસીપાલટી તંત્ર હીરા બજારમાં ટેસ્ટ ઓછા કરી રહી હોવા છતાં પોઝિટિવ કેસ વધુ આવી રહ્યા છે.

જેના કારણે મૂનસીપાલટી કમિશનર સુરતના મહિધરપુરા હીરા બજાર,મીની બજાર અને નંદુડોશીની વાડી જેવા.

ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરીને આક્રમક ટેસ્ટિંગ માટે ની સૂચના આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!