મોટી ફાંદવાળા પોલીસકર્મીઓને લઈને અનુશાસન વિભાગે લીધા મોટો પગલાં,જાણો વિગતવાર

Published on: 9:20 pm, Thu, 8 October 20

ઉત્તર પ્રદેશમાં ફરુખાબાદ માં અનુશાસન વિભાગોમાં પહેલી વખત ફિટનેસને લઈને મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. 50 વર્ષથી વધારે વય અને એસી કિલોથી વધુ વજન ધરાવતા પોલીસ કર્મીઓ અનુશાસન વિભાગના નિશાના પર છે.તેમનું એક લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે અને શાસન નો આદેશ આવતા જ પેટવાળા પોલીસકર્મી પોલીસ લાઈન ના મેદાનમાં વજન ઓછું કરવા માટે પસીનો પાડી રહેલા જોવા મળે છે. કેટલાક પોલીસકર્મીઓ યોગનો સહારો પણ લઈ રહ્યા છે અને એસી કિલોથી વધુ વજન ધરાવતા પોલીસ કર્મીઓની સૂચના આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. એસી કિલોથી વધુ વજનવાળા અને જેમની પાન બહાર આવી હોય તેવાને અનફિટ માનવામાં આવશે.

અત્યાર સુધી સેના અને પેરા મિલેટ્રી ફોર્સ માં ફિટનેસને લઈને જવાનો માટે અલગ-અલગ માર્ગદર્શિકા હોય છે. પોલીસની નોકરી માં પણ ફિટનેસને લઈને હવે માર્ગદર્શિકા બની રહે છે,ભવિષ્યમાં પોલીસ કર્મીઓએ ફિટ રહેવું પડશે અને સરકારનું માનવું છે કે વજન વધી હોવાને લીધે શારીરિક ક્ષમતા ઘટી જાય છે, જ્યારે પોલીસ કર્મીઓ સારી ક્ષમતાનું પ્રદર્શન કર્યા પછી નોકરી મેળવે છે. તેના પછી કોઈ ફિટનેસ પર ધ્યાન આપતું નથી અને તેઓ આરામદાયક જીવનશૈલી અપનાવી લે છે.

સરકારનો આદેશ આપ્યો છે કે પચાસની ઉંમર પૂરી કરી ચૂકેલા અને એસી કિલોથી વધુ વજન ધરાવતા પોલીસ કર્મીઓનું એક લિસ્ટ બનાવવામાં આવે. તેમાં સીઓથી લઈને સિપાઈ સુધીના સામેલ છે.

નક્કી કરેલ સમિતિ તેમની ફીટની તપાસ કરશે તેના પછી નિર્ણય લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોટી ફાંદવાળા પોલીસકર્મીઓને લઈને અનુશાસન વિભાગે લીધા મોટો પગલાં,જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*