પેટા ચૂંટણીને લઈને ભાજપના આ દિગ્ગજ નેતાએ અપક્ષમાં રહીને ચૂંટણી લડવાની કરી જાહેરાત

3 નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણી યોજાવાની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. પેટા ચૂંટણી નજીક આવતા બંને પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માહોલમાં વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પર બધાની નજર છે.વલસાડ જિલ્લાના પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી નેતા પ્રકાશ પટેલે અપક્ષમાં રહીને ઉમેદવારી કરવાનું એલાન કર્યું છે.

પ્રકાશ પટેલ વર્ષ 2012માં કપરાડા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. તેને ત્યાર બાદ રાજકીય સંન્યાસ લઈને વલસાડ જિલ્લાના રાજકારણથી દૂર થઈ ગયા હતા.પેટા ચૂંટણી આવતાં તેમને અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા વરસાદ જિલ્લાનું રાજકારણ એકાએક ગરમાયું છે.

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી સામે વિરોધ હોવાને કારણે તેમના પક્ષમાં બેસવાનું નક્કી કર્યું છે.

આ નિવેદનથી કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકે છે. અને આ ભાજપ માટે ખૂબ જ નુકસાનકારક નિર્ણય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*