નૈઋત્યનું ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના 40 ટકાથી પણ વધારે ભાગો, કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ ભાગો માંથી ચોમાસાએ વિધિવત રીતે વિદાય લઈ લીધી છે. આવતીકાલે બંગાળની ખાડી માં એક સિસ્ટમ સક્રિય બની રહે છે. હાલમાં હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમ જો સક્રિય થશે તો સૌરાષ્ટ્ર તરફ આવે તેવી શક્યતાઓ છે. જો આ સિસ્ટમ સક્રિય થાય તો નોરતા માં વરસાદ ની પૂરેપૂરી સંભાવના રહેલી હોવાનું હવામાન વિભાગની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું હતું.
9 ઓક્ટોબર ની આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જવાનું છે ત્યારે અંદાજ પ્રમાણે અંદમાન સમુદ્ર લાગુ ઇસ્ટ સેન્ટ્રલ બંગાળની ખાડી આસપાસ થશે.10/11 તારીખ સુધીમાં ઉતરોતર મજબૂત બનીને ડિપ્રેશન સુધી મજબૂત થશે અને આંધ્રપ્રદેશ લાગુ ઓડિશા આસપાસ ટકરાશે.
વરસાદી સિસ્ટમ તેલંગાણા થઈને મહારાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત લાગુ અરબસાગર લાગુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કમશ: નબળી પડીને નબળા લો પ્રેસર કે અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે આવે તેવી શક્યતાઓ છે.
જેની અસરરૂપે તારીખ 16/17 થી 20/21 દરમ્યાન રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાં હળવા મધ્યમ કે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment