ભારત બંધ અંતર્ગત હાઈવે જામ, રેલવે ટ્રેક પર ખેડૂતોના બેસવાથી મેટ્રો સંચાલન પર અસર પડી છે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકૈત કૃષિ કાયદાઓને પાછા લેવાને લઈને પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે અમારે દસ વર્ષ લાગી જાય પરંતુ અને અમારી માંગો થી પીછેહટ કરવાના નથી.
રસ્તા પર ટ્રાફિક જામ ને લઈને જનતાને થઈ રહેલી સમસ્યા પર ટીકૈતે કહ્યુ કે જનતા ને સમસ્યા થઈ રહી છે.ભાકિયુ નેતાએ કહ્યું કે કૃષિમંત્રી કહી રહ્યા છે કે વાતચીત માટે આવો.અમે કૃષિ મંત્રીને કહેવા માંગીએ છીએ કે સરકાર અમને સમય અને જગ્યા બતાવે.
આ ફક્ત કહેવા ખાતર કહે છે કે વાતચીત કરવા માટે આવો. સરકાર વાતચીત માટે કોઈ શરત વગર બોલાવે છે. ભલે દસ વરસ લાગી જાય અમે અહીંથી નહિ હલીએ.રાકેશ ટીકૈતે કહ્યુ કે એમ્બ્યુલન્સ, ડોક્ટર અને ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા અન્ય લોકોને બંધ દરમિયાન નહીં રોકવામાં આવે.
તેઓએ સફાઇ આપતા કહ્યું કે અમે કંઈ ઠપ નથી કરવા માંગતા અમે ફક્ત સરકારને સંદેશો આપવા માગે છીએ કે દુકાનદારો ચાર વાગ્યા સુધી દુકાન બંધ રાખે તેવી અપીલ કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!