ટૌકતે વાવાઝોડા બાદ ગુલાબ વાવાઝોડાની ગુજરાત પર અસર,60 કિમી ગતિના પવનો અને વીજળીના કડાકા સાથે વરસાદ

Published on: 5:57 pm, Mon, 27 September 21

હાલમાં બંગાળના ગાડીમાં સક્રિય થયેલુ ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડી થી આગળ વધ્યું છે.જાણવા મળ્યું છે કે તે મધ્યપ્રદેશના ઉત્તર પશ્ચિમ વિસ્તાર સુધી પહોંચ્યું છે. વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે.

વાવાઝોડાના કારણે સર્જનારી સાયક્લોનિક સરક્યુલેશનની અસર થી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 40 થી 60 કિલોમીટરની ગતિ ના પવનો અને ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ વાવાઝોડાની અસરના કારણે 28-29 સપ્ટેમ્બર સુધી ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસી શકે છે.

27મી સપ્ટેમ્બર થી 2જી ઓક્ટોબર સુધી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.આગાહી અનુસાર, 30 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત ના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ટૌકતે વાવાઝોડા બાદ ગુલાબ વાવાઝોડાની ગુજરાત પર અસર,60 કિમી ગતિના પવનો અને વીજળીના કડાકા સાથે વરસાદ"

Leave a comment

Your email address will not be published.


*