કોરોનાની મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું થયું આગમન.

Published on: 11:45 am, Thu, 15 April 21

ગુજરાતમાં કોરોના મહામારી ખૂબ જ વધી રહી છે. એવા ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર છે. ગઈકાલે રાજ્યોમાં અમરેલી સાબરકાંઠા પાટણ અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું વાતાવરણ છવાયું હતું. ગઈકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અચાનક જ વાતાવરણમાં મોટો ફેરફાર થઈ ગયો હતો.

તેના કારણે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણ પલટી થઈ ગયું હતું. આના કારણે ખેડૂતોને ચિંતાનો માહોલ ઉભો થયો હતો.

રાજ્યમાં સૌરાષ્ટ્ર મા મોડી રાત્રે એક વાતાવરણ પલટો આવ્યો હતો. વાવાઝોડું અને વીજળી સાથે સૌરાષ્ટ્રમાં છુટો-છવાયો વરસાદ પડ્યો હતો. મોડાસા અને શામળાજી સહિતના જિલ્લાઓમાં વરસાદ આવ્યો હતો.

વાવાઝોડાના કારણે ખેડૂતોને ખેતરના પાકની નુકસાનીની ભીતિ પણ થઈ હતી. આની સાથે પાટણ જિલ્લામાં પણ વાતાવરણમાં મોટા ફેરફાર થઈ ગયા છે. સવાર પછી વાતાવરણમાં વાદળા જોવા મળ્યા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડા પવન સાથે વરસાદ પડી શકશે. ભર ઉનાળામાં વરસાદ પડતા સૌરાષ્ટ્રના જિલ્લાઓ ના ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક માહોલ છે. જો વરસાદ પડે તો ખેડૂતોને પાકમાં ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે.

અને રાજ્યમાં સતત વાતાવરણમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ મહિના દરમિયાન વરસાદની પ્રમાણ જોવા જઈએ તો જૂન મહિનામાં 177 મિમી વરસાદ થઇ શકશે.

જુલાઈ મહિનામાં 277 મિમી વરસાદ પડશે અને ઓગસ્ટ મહિનામાં 258 મિમી વરસાદ થવાની સંભાવના રહેશે. સપ્ટેમ્બર મહિનામાં 197 મીમી વરસાદ થવાની સંભાવના રહેશે. જૂન મહિનામાં પશ્ચિમ બંગાળ તરફથી સારો વરસાદ પડશે.

જુલાઈ મહિનામાં મહારાષ્ટ્ર, છતીસગઢ, ઓડિશા, અને આંધ્ર પ્રદેશમાં સારો વરસાદ પડશે. કર્ણાટકમાં ઓછો વરસાદ પડવાની સંભાવના રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાની મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું થયું આગમન."

Leave a comment

Your email address will not be published.


*