હાર્દિક પટેલને તેમની નિષ્ક્રિય ઉપર કોંગ્રેસ હાઇકમાન્ડે પૂછયા સવાલ? હાર્દિક પટેલના જવાબથી…

82

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષમાં હલચલ મચી ગઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આવા રાજકીય માહોલમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પક્ષમાંથી સાઈડમાં મુકી દીધા હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં પણ તેમને એક બાજુ મૂકી દીધા છે.

આ અગાઉ પણ હાર્દિક પટેલે હાઈ કમાન્ડમાં સાઈડલાઈન થવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત હાર્દિક પટેલને ચુંટણીના સમયે મહત્વના આપ્યો હોય તેવી ચર્ચાઓ પણ ઉઠી છે. રાજ્યપાલની મુલાકાતમાં હાર્દિક પટેલનો સમાવેશ ન હતો.

આ ઉપરાંત થોડાક દિવસ પહેલા જ દિલ્હી જનાર હાર્દિક પટેલને તેમની નિષ્ક્રિયતા ઉપર સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત કે સી વેણુગોપાલ હાર્દિક પટેલે કહ્યું કે તેઓ નિષ્ક્રિય છે.

આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે કારણ કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે.

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી કોંગ્રેસને મજબુત કરવા માટે કમર કસી છે. આ ઉપરાંત કાલે ભરતસિંહ સોલંકી એ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક યોજી હતી.

મળતી માહિતી મુજબ તેઓએ શંકરસિંહ વાઘેલા સાથે બે વાર મુલાકાત કરી છે. જાણકારી મુજબ શંકરસિંહ અંગે હાઈ કમાન્ડ ખૂબ જ ઝડપી નિર્ણય લેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!