પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેસાણા થી ગાંધીનગર ટ્રેન શરૂ કરી હતી, પરંતુ તેમાં બેસવા કોઈ તૈયાર નથી, જાણો શા માટે?

92

જ્યારે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે ગાંધીનગર અને વરેઠા ની વચ્ચે જ્યારે મેમુ ટ્રેન શરૂ કરવામાં આવી ત્યારે મહેસાણાના 12 સ્ટેશન પર ટ્રેન નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગેવાની કેન્દ્રીય રેલવે મંત્રી એ કરી હતી.

મળતી માહિતી મુજબ એક મોટા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી આ ટ્રેનનું શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ટ્રેનની શરૂઆત કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તથા ધારાસભ્યોએ આ ટ્રેનની સેવાના ખુબ જ વખાણ કર્યા હતા.

ભાજપના ધારાસભ્યો અને નેતાઓ જે રીતે ટ્રેન ના વખાણ કરી રહ્યા હતા તે ટ્રેનને માંડ માંડ પેસેન્જર પણ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ છેલ્લા 12 દિવસોમાં આ ટ્રેનમાં માત્ર 113 ટિકિટ જ વેચાય છે.

તેમજ છેલ્લા એક અઠવાડિયા ની વાત કરવા જઈએ તો મહેસાણા-વરે વચ્ચે માત્ર 22 ટિકિટો વેચાઈ હતી. જ્યારે મળતી માહિતી મુજબ મહેસાણાની ગાંધીનગરમાં માત્ર 26 ટિકિટનું વેચાણ થયું હતું.

લોકો ટ્રેનમાં મુસાફરી નથી કરી રહ્યા તેનું મુખ્ય કારણ એ છે કે ટ્રેનમાં મુસાફરી કરવાની ટિકિટ નો ભાવ ખૂબ જ વધારે છે. ટ્રેનની ટિકિટ ની વાત કરે તો મહેસાણા અને વિસનગર વચ્ચે 30 રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે.

જ્યારે તમે જો એસટી બસમાં મુસાફરી કરો તો તમે 18 રૂપિયામાં મહેસાણા થી વિસનગર પહોંચી જાવ છો.  આ ઉપરાંત ટ્રેન નો સમય પણ મુસાફરો માટે અનુકૂળ આવતો નથી.

તેમજ અપડાઉન કરતા લોકો માટે આ ટ્રેન ઉપયોગી નથી. આ સમગ્ર મામલા પર મહેસાણાનાં સાંસદ શારદાબેનને રેલવે મંત્રીને પત્ર પણ લખ્યો હતો અને સમય બદલવાની માંગ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!