પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી શકે છે ગુજરાત, જાણો કેમ અને ક્યારે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે આગામી 31 ઓક્ટોબરના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે .

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે કેવડિયા ખાતે આગામી 31મી ઓકટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસ કાર્યક્રમ માટે ની તૈયારી શરૂ કરાઇ દેવા છે.

પ્રધાનમંત્રીના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને 29 ઓગસ્ટે મુખ્ય સચિવની અધ્યક્ષતા માં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો સમગ્ર રાજ્યમાં કોરોનાવાયરસ નો કહેર હોવાથી સમગ્ર સ્થિતિને ધ્યાનમાં લઈને કાર્યક્રમ નક્કી કરવામાં આવશે અને કાર્યક્રમનો કદ નાનું રાખવા ની શક્યતા સેવાઇ રહી છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*