કોરોના સામેની જંગમાં, ચીન ને પહેલી કોરોના ની રસીની આ મળી ગઈ….

Published on: 6:54 pm, Sun, 16 August 20

ચીનની પહેલી કોરોનાવાયરસ વેક્સિન AD5-nCoV ને પેટન્ટ મળી ગઈ છે. આ વેક્સિન ને ચીનની સેના ના મેજર જનરલ ચેન વેઈ ના સહયોગથી બનાવી છે. ચીનની સરકારી સમાચાર પત્ર ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે આ વેક્સિન ની પેટન મળી ગઈ છે. ચીન ના ત્રીજા તબક્કાનું દુનિયાના કેટલાય દેશોમાં ટ્રાયલ કરાવી રહ્યુ છે. આ વર્ષના અંત સુધીમાં તેને બજારમાં ઉતારે તેવી શક્યતા છે.

નેશનલ ઇન્ટલેક્યુઆલ પ્રોપર્ટી એડમિનિસ્ટ્રેશન પેટન્ટ મળ્યા ની માહિતી આપી . આ પેટન્ટ માટે 18 માર્ચ ના રોજ અનુરોધ કરાયો હતો અને 11 ઓગસ્ટના રોજ તેને મંજૂરી મળી ગઈ.ચીન ના નિષ્ણાતોનો દાવો છે કે ચીન સુરક્ષિત અને પ્રભાવી રીતે ખૂબ ઝડપથી કોરોનાવાયરસ વેક્સિન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

ચીને કહ્યું કે ત્રીજા તબક્કાના ટ્રાયલ દરમિયાન ચીની રસીની પ્રભાવ સમતાની આકારણી હશે.જો વેક્સિન સફળ રહે છે તો તેને બજારમાં ઉતારી દેવાય.વેક્સિન અત્યારે મંજૂરી ભલે ન મળી પરંતુ ચીને પોતાના સૈનિકોને કોરોના રસી આપવાનું શરૂ કરી દીધેલ છે. પીપલ્સ લિબ્રેશન આર્મી ની મદદથી બનાવવામાં આવેલી ચીની કોરોના વેક્સિન ના મોટા પાયા પર આપવાનું શરૂ કરી દીધું છે.