પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રી પરિષદની બેઠકમાં મંત્રીઓને આપ્યા મહત્વના આદેશ, કહ્યું કે…

Published on: 10:28 am, Thu, 1 July 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે બુધવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મંત્રી પરિષદની બેઠક યોજાઇ હતી. કોરોના નિયમોને ધ્યાનમાં રાખીને આ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોરોનાની મહામારી ની ત્રીજી લહેરની આશંકા ઉપરાંત બીજા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, પરિવહન અને માર્ગ મંત્રાલય દૂર સંચાલન મંત્રાલયનો રીવ્યુ લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે તમારા ક્ષેત્રમાં જુઓ કોરોના નિયમોનું પાલન થાય છે એની સાથે માસ્ક પહેરો અને લોકોને માસ્ક પહેરવા જાગૃત કરો.

ઉપરાંત તેમને કહ્યું કે તમે પણ કોરોના ને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં પર વાંચો. ઉપરાંત તેમને કહ્યું કે એવું ન સમજતા કે કોરોના નો અંત આવી ગયો છે. આપણે કોરોનાની મહામારી વચ્ચે એવી રીતે કામ કરવાનું છે કે દેશમાં કોરોના ની ત્રીજી લહેર ન આવે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે બધા રસીકરણ માટેના કામમાં લાગો. રસી લેનાર લોકોને લાઈનમાં ઊભા રહીને જુઓ શું મુશ્કેલી પડી રહી છે.

ઉપરાંત સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓ ના ફાયદો જમીનની સ્તરે જનતાને કેવી રીતે મળે તેના કામ કરો. આ ઉપરાંત નરેન્દ્ર મોદી 75મા સ્વાતંત્ર્ય દિવસ કેવી રીતે યાદગાર બનાવી શકાય તે વિશે સારા સમાચાર આપો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!