કોરોનાની મહામારી વચ્ચે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજનો સોનાનો ભાવ.

Published on: 12:19 pm, Thu, 1 July 21

આજરોજ દેશમાં 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ નો ભાવ ઘટાડા સાથે 45740 રૂપિયા થયો છે આ પહેલા ભાવ 46200 રૂપિયા હતો. આ ઉપરાંત ગુડ રિટન્સનિ વેબસાઈટ મુજબ ચાંદીનો પ્રતિ કિલો નો ભાવ 67600 રૂપિયા છે. ગત વર્ષે કોરોનાની મહામારી માં સોનાનો ભાવ 56191 પહોંચ્યો હતો.

તેની સરખામણીમાં આજે સોનાની કિંમત જોઈએ તો 10 હજાર રૂપિયાનો ઘટાડો થયો. દિલ્હીમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45900 રૂપિયા છે. ચેન્નાઈમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 44100 રૂપિયા પર આવી ગયો છે.

મુંબઈમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45740 રૂપિયા છે. આ ઉપરાંત 24 કેરેટ સોનાનો ભાવ 47200 રૂપિયાથી ઘટાડો થઈ ને 46740 રૂપિયા થયો છે.

ઉપરાંત આજરોજ ચાંદીના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે. બુધવારના રોજ ચાંદીનો ભાવ 68000 રૂપિયામાં ઘટાડો થઈ ને 67600 રૂપિયા થયો છે.

ઉપરાંત બેંગ્લોર શહેરમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 43750 રૂપિયા પર આવ્યો છે. હૈદરાબાદમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 43750 રૂપિયા છે.

સોનાની શુદ્ધતા ચેક કરવા માટે સરકાર દ્વારા એક એપ્લીકેશન બનાવવામાં આવી છે આ એપ્લિકેશનનું નામ BIS Care app છે.આ એપ્લીકેશન થી તમે સોનાની શુદ્ધતા જાણી શકો છો. ઉપરાંત આ એપ્લિકેશનમાં સોનાની શુદ્ધતા પણ જાણી શકો છો અને તેની સાથેની કોઈપણ ફરિયાદ પણ નોંધાવી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!