પ્રધાનમંત્રી મોદી ના ભાઈ પ્રહલાદ મોદીએ એરપોર્ટ પર શરૂ કર્યા ધરણા, જાણો કારણ.

ઉતરપ્રદેશ ની રાજધાની લખનઉના અમોસી એરપોર્ટ બહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી આજરોજ ધરણાં શરૂ કર્યા છે. પ્રહલાદ મોદીએ લખનઉ પોલીસની કાર્યશેલી સામે આ ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. જાણવા મળી રહ્યું છે કે પોતાના સમર્થકોની ધરપકડ થવાના.

કારણે નારાજ થયેલા પ્રહલાદ મોદીએ ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. સાથે જ તેમના સમર્થકો છોડવામાં ના આવ્યા તો ઉપવાસ આંદોલનની ધમકી પણ આપી છે.પ્રહલાદ મોદીએ કહ્યું કે મારા સ્વાગત માટે આવનારા 100 કાર્યકર્તાઓને લખનઉ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

જ્યાં સુધી આ તમામ કાર્યકર્તાઓને છોડવામાં નહીં આવે ત્યાં સુધી હું ધરણા પર બેસીશ. લખનઉ પોલીસ જણાવે કે કોના આદેશ ઉપર આ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

પ્રહલાદ મોદી પ્રયાગરાજ, જોનપુર અને પ્રતાપગઢમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. જેના માટે તેઓ બુધવાર લખનઉ પહોંચ્યા અને ત્યાં આ હાઇ વોલ્ટેજ ડ્રામામાં શરૂ થયો હતો.

સેવાના સ્વાગત માટે સેંકડો કાર્યકર્તાઓ આવ્યા જેમને પોલીસ એરપોર્ટ બહાર રોક્યા હતા. કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ અને પરિણામે કેટલાક ની પોલીસ અટકાયત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*