ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણ માં ગરમાવો આવ્યો છે.કારણ કે, શંકરસિંહ વાઘેલાએ ફરીથી કોંગ્રેસમાં જવાની તૈયારી દર્શાવી છે.તેમને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બોલાવે.
તો કોંગ્રેસને જવાની ઇચ્છા વ્યક્ત કરી છે.શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં જોડાયા પહેલા તેનો વિરોધ શરૂ થયો છે. કેટલાક નેતાઓએ આવકારવા માટે તૈયાર છે અને કેટલાક નેતાઓ કોંગ્રેસના શંકરસિંહ એન્ટ્રી પછી જૂથવાદ વધશે તેવી કહી રહા છે.
કોંગ્રેસના પ્રદેશ નેતા એમાં વસાવડાએ શંકરસિંહ વાઘેલા ને લઈને નિવેદન આપ્યું હતું કે,તેમની જે કાર્યપદ્ધતિ છે તેને લીધે જે જૂથવાદ ઉભો થયો અને કોંગ્રેસમાં ઘણા કાર્યકર્તાઓ આ બાબતે નારાજ છે. એક બાજુ શંકરસિંહ એમ કહે છે.
કે હું બિન શરતે આવવા માટે તૈયાર છું અને બીજી બાજુ કહે છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બોલાવશે તો હું આવીશ.તેમને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, શંકરસિંહ બાપુએ કોંગ્રેસ છોડ્યા પછી ઘણા વિવિધ પ્રયાસો રાજકારણમાં કર્યા છે. એનસીપી માં ગયા.
ત્યાં પણ માફક ન આવ્યું અને ત્યારબાદ પોતાની પાર્ટી બનાવી ત્યાં પણ માફક ન આવ્યું. હવે એ બિનશરતી કોંગ્રેસમાં પાછા આવવાની વાત કરે છે પણ શરતો મૂકે છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કહેશે તો પણ હું કોઈ કારણ જોતો નથી કે રાહુલ ગાંધી અને એમને કહે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment