રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ એ ચીન ને આપી ધમકી, જો ચીન અશાંતિ લાવશે તો…

Published on: 5:48 pm, Sat, 15 August 20

સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ સરહદના વિવાદનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંડ કહ્યું કે આજે જ્યારે વિશ્વ સમુદાય સામે સૌથી મોટો પડકાર છે , ત્યારે એક થવાની અને લડવાની ની જરૂરિયાત છે. ત્યારે આપણા પાડોશીએ તેની વિસ્તૃત વાદી પ્રવૃત્તિઓને હોશિયારીથી ચલાવી છે . સાહસિકતાનો સરહદોનું રક્ષણ કરતાં અમારા બહાદુર સૈનિકો એ પોતાનો જીવ આપ્યો . શુક્રવારે સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું કે આ વર્ષે સ્વતંત્ર દિવસની ઉજવણી હંમેશાની જેમ નહીં થાય . એનું કારણ સ્પષ્ટ છે કે આખું વિશ્વ આજે વાયરસ સામે લડી રહ્યું છે કે જેનાથી લોકોના જીવનને મોટું નુકસાન થયું છે. અને તમામ પ્રકારની પ્રવૃત્તિમાં અવરોધ આવે છે. આ દરમિયાન તેમણે ચીનના સંદેશ પણ આપ્યો અને કહ્યું કે જે કંઈ પણ ખલેલ ઊભી થશે તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

તેમને કહ્યું કે આપણા સશસ્ત્ર દળો પોલીસ અને અર્ધલશ્કરી દળો પર ગર્વ છે જે સરહદનું રક્ષણ કરે છે.આપણી આંતરિક સુરક્ષા ને સુનિશ્ચિત કરે છે. ભૂમિપૂજન ગૌરવની અનુભૂતિ અયોધ્યામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવીંડ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે ભૂમિ પૂજન પર કહ્યું કે, દસ દિવસ પહેલાં અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે મંદિરનું નિર્માણ શરૂ થયું છે . અને દેશવાસીઓને ગૌરવની લાગણી થઈ છે.

દેશવાસીઓ એ લાંબા સમય સુધી ધેર્યાં અને સંયમ બતાવ્યો અને હંમેશા દેશની ન્યાયવ્યવસ્થા પર વ્યવસ્થિત વિશ્વાસ જાળવ્યો છે. રામ જન્મભૂમિ સંબંધીને પણ ત્યાં યોગ્ય પ્રક્રિયા અંતર્ગત ઉકેલાયો હતો.તમામ પક્ષો અને દેશવાસીઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયને સંપૂર્ણ આદર સ્વીકાર્યો અને વિશ્વની શાંતિ ,અહિંસા, પ્રેમ અને સંવાદિતા અને તેમના જીવનના મૂલ્યો રજૂ કરી આ માટે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું.

સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ચીન નું નામ લીધા વિના સરહદના વિવાદનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે જ્યારે વિશ્વ સમુદાય સામે સૌથી મોટો પડકાર છે. ત્યારે એક થવાની લડવાની જરૂર છે ત્યારે આપણા પાડોશીએ હોશિયારીથી તેની વિસ્તારવાદી પ્રવૃત્તિ કરી છે. હિંમત કરી સરહદનું રક્ષણ કરતા અમારા સૈનિકને પોતાનો જીવ ગુમાવ્યો છે.

Be the first to comment on "રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ એ ચીન ને આપી ધમકી, જો ચીન અશાંતિ લાવશે તો…"

Leave a comment

Your email address will not be published.


*