સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લઈને ગૃહમંત્રી અમિત શાહ નો મોટો નિર્ણય, જાણો

Published on: 8:20 pm, Sat, 15 August 20

ગુજરાત રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેશના ગૃહમંત્રી અમિત શાહને મોટો નિર્ણય લીધેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અભેધ સુરક્ષા કરવા માટે હવે સપ્ટેમ્બર મહિનાથી CISF ના જવાનો કરશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરક્ષા ની સધન વ્યવસ્થા કરવામાં આવેલ છે. કારણકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક પ્રવાસીઓ આવતા હોવાથી કોઇએ આંતકવાદી કે કોઈ હિંસક પ્રવૃત્તિ ન થાય અને લોકો પ્રાકૃતિક મજા લઇ શકે તે માટે ગૃહ મંત્રાલય દ્વારા CISF ના જવાનોને મુકવામાં આવશે.

નોંધનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નુ ઉદઘાટન થયું ત્યારથી જ તે એક પ્રવાસ નું કેન્દ્ર બની ગયું છે. દેશ-વિદેશથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે.ગુજરાત ના ખોળે સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સાથે સાથે નદી પણ સોળે કળાએ ખીલી ઊઠે છે. સ્ટેચ્યુઓફ યુનિટી ની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી તેની સુરક્ષા SRP અને પોલીસ જવાનો દ્વારા કરવામાં આવતી હતી.