ગુજરાતના કેબિનેટમાં વિસ્તરણ ની સંભાવના : બે સિનિયર નેતાઓ ને પડતા મુકાઈ શકે

ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ તરખી CR પાટીલ ની વરણી બાદ હવે ગુજરાત કેબિનેટ ના વિસ્તરણની ચાલ શરૂ થઇ ગઇ હોવાનું ગાંધીનગરમાં ગણગણાટ છે.આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલ સાથે મસલા કરતાં જ ચર્ચાઓ નું બજાર ગરમ થઇ ગયું છે ત્યારે આવો જાણીએ કે કોને મળશે નવા મંત્રીમંડળમાં સ્થાન અને કોને મળશે વિદાય?

કેબિનેટના વિસ્તારની સંભાવના સેવાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ સાથે આ અંગે મસલત કરી છે. ત્યારે રાજનૈતિક વર્તુળમાં હાલે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કોણ કેબિનેટ માં ઈન થશે અને કોણ આઉટ થશે?

ગુજરાતની નવી કેબિનેટમાં ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી નો સમાવેશ કરવામાં આવી શકે છે એટલું જ નહીં પરંતુ આત્મારામ પરમારને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

ગાંધીનગર રાજનૈતિક વર્તુળોમાં હાલ ચર્ચા છે કે ઈશ્વર પરમાર, આર.સી.ફળદુ નવી કેબિનેટમાંથી પડતા મૂકી શકે છે એટલું જ નહીં પરંતુ મહામારી ના સુરતમાં હાલ જે પરિસ્થિતિ છે તે જોતા આરોગ્યમંત્રી કુમાર કાનાણીને પણ પડતા મૂકવામાં આવી શકે તેવી સંભાવના છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*