કોરોના બન્યો વધુ ભયાનક, ઉમેરાયા નવા લક્ષણો જેને ભૂલવા પડી શકે છે ભારે

Published on: 5:13 pm, Wed, 22 July 20

કોરોનાવાયરસ ના ભારતભરમાં દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં પણ આ વાઇરસ હાહાકાર મચાવ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના ના 14,867,503 કેસ નોંધાયા છે.613, 550 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના ના નવા લક્ષણો નોંધાયા છે. જેને નજરઅંદાજ કરવા પડી શકે છે ભારે.

મહામારી જ્યારે સામે આવી ત્યારે શરૂઆતમાં તેના ચાર લક્ષણો જોવા મળ્યા હતા.ત્યાર બાદ સમય જતાં ધીમે ધીમે એક પછી એક નવા લક્ષણો દેખાવાનું શરૂ થયું . હવે કોરોના ના કુલ મળીને 11 લક્ષણો સામે આવ્યા છે.

કોરોના વાયરસ6 રીતે શરીર પર હુમલો કરે છે દર્દીઓની સંખ્યામાં વધારો થવાના મુખ્ય કારણ એ છે કે તે ચેપગ્રસ્ત દર્દીઓમાં વિવિધ પ્રકારના લક્ષણો જોવા મળે છે.

કિંગ કોલેજ લન્ડન ના સંશોધનકારોએ કોરોનાવાયરસ પર સંશોધન કરતા જણાવ્યું હતું કે વાઇરસ માણસો પર છ રીતે હુમલો કરે છે, જેના કારણે તેઓ ઘણા લક્ષણો બતાવે છે. આવી સ્થિતિમાં જે ચેપ ગ્રસ્ત દર્દીઓ માથાનો દુખાવો, છાતીમાં દુખાવો ,ઉધરસ, ગળામાં દુખાવો, માંસપેશીઓનો તણાવ અનુભવી શકે છે.જોકે દર્દીઓને તાવ નથી આવતો ત્યારે કોરોના માં દરદીને શરદી , ખાસી અને સામાન્ય તાવ જોવા મળે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતી હતી જેથી દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે.

Be the first to comment on "કોરોના બન્યો વધુ ભયાનક, ઉમેરાયા નવા લક્ષણો જેને ભૂલવા પડી શકે છે ભારે"

Leave a comment

Your email address will not be published.


*