ગરીબ દીકરીને રસ્તા પરથી 7 લાખ રૂપિયાનો સોનાનો ચેન મળ્યો… પછી દીકરીએ કંઈક એવું કામ કર્યું કે… તમે પણ વાહ વાહ કરવા લાગશો…

Published on: 10:45 am, Fri, 9 February 24

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા બનેલા એક કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ. આજના સમયમાં રસ્તા પર કોઈ 50-100 રૂપિયાની નોટ પડી ગઈ હોય તો પણ કોઈ પાછું આપતું નથી.

ત્યારે આજે અમે તમને એક એવી યુવતીની વાત કરવાના છીએ. જેના વિશે સાંભળીને તમે પણ તેના વખાણ કરતા નહીં થાકો. વાત કરીએ તો, રાજેન્દ્ર મણી નામના વ્યક્તિના દીકરાના લગ્ન હતા. લગ્ન પ્રસંગ દરમિયાન તેમનો 7,00,000 નો સોનાનો ચેન ખોવાઈ ગયો હતો.

ચેન ખોવાઈ જતા જ રાજેન્દ્ર મણી ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા અને પોતાનો ચેન શોધવા લાગ્યા હતા. લગ્નના બીજા દિવસે રાજેન્દ્ર મણી પોતાની પત્ની સાથે ઘરની બહાર ઉદાસ થઈને ઉભા હતા. આ દરમિયાન ત્યાંથી એક છોકરી પસાર થાય છે અને રાજેન્દ્ર મણીને ઉદાસ થયેલા જોઈને તેમને પૂછે છે કે તમે શા માટે ઉદાસ થઈને ઉભેલા છો.

ત્યારે રાજેન્દ્ર મણીએ તેમની સાથે બનેલી વાત યુવતીને જણાવી હતી. આ દરમિયાન યુવતીએ પોતાના બેગમાં પડેલો એક ચેન બહાર કાઢ્યો અને રાજેન્દ્ર મણીને બતાવ્યો કે આ ચેન તમારો છે. ચેન જોઈને રાજેન્દ્ર મણી ખૂબ જ ખુશ થઈ ગયા. પછી દીકરી પૂજા એ પોતાની ઈમાનદારી બતાવીને રાજેન્દ્રભાઈ ને પાછો આપી દીધો.

ચેન મળી જતા જ રાજેન્દ્રભાઈના પરિવારમાં એક અલગ અજો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે રાજેન્દ્રભાઈ પૂજાને કહ્યું હતું કે તને ઇનામમાં સ્કૂટી આપું ત્યારે પૂજાએ સ્કુટી લેવાની ના પાડી હતી. હાલમાં દીકરીની ઈમાનદારીની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ગરીબ દીકરીને રસ્તા પરથી 7 લાખ રૂપિયાનો સોનાનો ચેન મળ્યો… પછી દીકરીએ કંઈક એવું કામ કર્યું કે… તમે પણ વાહ વાહ કરવા લાગશો…"

Leave a comment

Your email address will not be published.


*