ગુજરાત રાજ્યમાં આ તારીખથી શાળા કોલેજો ખોલવાને લઈને શિક્ષણ વિભાગ નું આયોજન, જાણો વિગતવાર

277

કેન્દ્ર સરકાર દ્વારા શાળા-કોલેજો ખોલવાની પરવાનગી આપી દીધા બાદ રાજ્ય સરકારે દિવાળી વેકેશનની તારીખ પણ જાહેર કરી દીધી છે. દિવાળી વેકેશન બાદ એટલે કે 20 નવેમ્બર પછી શાળાઓ ચાલુ કરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી છે. દરેક જિલ્લામાં ડીઈઓને કર્મચારીઓ, શિક્ષકો,આચાર્ય તથા વાલીઓ સહિતના સંબંધિત લોકો સાથે બેઠક કરી અભિપાય લેવાની જવાબદારી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે. કોરોના ના લીધે વાલીઓના સ્થળાંતરને લઈને ઘણી સ્કૂલોમાં બાળકો ઘટતા વર્ગ ઘટાડો થાય તેમ છે.સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરેલા દિવાળી વેકેશન 18મી નવેમ્બર સુધી નું આપવામાં આવ્યું છે.

દર વર્ષે દિવાળી બાદ એટલે કે 17 દિવસનું વેકેશન આપવામાં આવતું હોય છે.આ વર્ષે કોરોના માં એકેડેમિક કેલેન્ડર ન હોવાથી શિક્ષકોને દિવાળી પહેલાં આ સોળ દિવસ અને પછીના ચાર દિવસ સ્કૂલમાં વેકેશન આપવામાં આવ્યું છે.સરકાર દીવાળી બાદ થોડા દિવસોમાં પ્રાથમિક તબક્કે ધોરણ 11 અને 12 ના થોડા વિદ્યાર્થી બોલાવી શાળાઓ ચાલુ કરવા અંગે આયોજન કરી રહી છે.

સરકારદ્વારા દિવાળી વેકેશન બાદ નવેમ્બરમાં સ્કૂલ આયોજન સાથે એસઓપી નક્કી કરવાની પ્રક્રિયા હાલમાં શરૂ કરવામાં આવી છે.તે અંતર્ગત સરકારે તમામ જિલ્લાના વહીવટી કર્મચારી મંડળ, સંચાલક મંડળ.

આચાર્યમંડળ અને શિક્ષક મંડળ ઉપર વાલી મંડળના પ્રતિનિધિઓ સાથે મિટિંગો કરી અભિપ્રાયો લેવાની જવાબદારી સોંપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!