આગામી 3 નવેમ્બરના રોજ લીંબડી સહિત હાથ બેઠકો માટેની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. લીંબડી બેઠક પર કોંગ્રેસે ચેતન ખાચરને ટિકિટ આપી છે ત્યારે ભાજપે કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે. બંને જીતવા માટે પ્રચાર પુરાજોશમાં શરૂ કરી દીધો છે. આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે.આજરોજ લીંબડીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ ને અધ્યક્ષતામાં એક સંમેલન યોજવામાં આવ્યો હતો.આ સંમેલનમાં કોળી સમાજના આગેવાન અને ધંધુકાના પૂર્વ ધારાસભ્ય.
લાલજી મેર કોળી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા હતા.અને પ્રદેશ પ્રમુખના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. આ સંમેલનમાં કુવરજી બાવળીયા અને આર.સી.ફળદુ ઉપરાંત અન્ય ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત હતા.આ સંમેલનમાં સી.આર.પાટીલ દ્વારા ભાજપની જીત ને લઈને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કે આ સીટ ઉપર ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત છે. સંમેલનમાં જિલ્લા પંચાયત ભાજપના ચૂંટાયેલા સભ્યો તેમજ ચુડા,લીંબડી,સાયલા તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.
રાજ્યસરકાર તેમજ કેન્દ્ર સરકારના થયેલા કામોની વાત લોકો સુધી પહોંચાડીને ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!