પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયો ફરી એક વખત આટલો વધારે – જાણો પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ…

Published on: 10:02 am, Sun, 27 March 22

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા સતત પાંચમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપની દ્વારા પેટ્રોલના ભાવમાં 50 પૈસા પ્રતિ લીટર અને ડિઝલના ભાવમાં 57 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

આ વધારવા 6:00 બાદ લાગુ થયો હતો. પેટ્રોલના ભાવમાં વધારો થતાં પેટ્રોલનો ભાવ 99.11 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. ડીઝલના ભાવમાં વધારો થતાં ડીઝલનો ભાવ 90.42 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. દેશમાં 22 માર્ચ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઓઇલ કંપનીઓએ વધારો કર્યો હતો.

આજ સુધીમાં ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પાંચ વખત વધારો કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3.70 રૂપિયાનો પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ દિવસેને દિવસે વધતા જાય છે.

આ કારણોસર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 137 દિવસ પેટ્રોલ અને ડીઝલનો ભાવ સ્થિર રહ્યો હતો. દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પતી અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાનું શરૂ થઇ ગયું હતું.

હજુ પણ આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. દિવસેને દિવસે જીવન જરુરિયાતની વસ્તુઓના ભાવ વધવાના કારણે સામાન્ય જનતા મુંઝવણમાં મુકાય છે. દેશમાં પેટ્રોલ-ડીઝલ સાથે, ખાદ્યતેલ, રાંધણ ગેસ અને શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયો ફરી એક વખત આટલો વધારે – જાણો પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*