રાજ્યમાં લોકડાઉન અંગે લોકોની મૂંઝવણ દૂર થઈ, રાજ્યની રૂપાણી સરકારે કરફ્યુ અંગે લીધો આ મોટો નિર્ણય

131

રાજ્યમાં આ વાઇરસની ચેન તોડવા માટે સરકાર દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા લોકડાઉન લગાવો કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવશે નહીં.

29 સહિત અન્ય શહેરોમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં 6 મે થી 12 મે સુધી કરફ્યુ લંબાવવામાં આવશે. રાજ્યના 8 મહાનગર ઉપરાંત 29 શહેરોમાં નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં હવે 36 શહેરોને નિયંત્રણ હેઠળ લાવવામાં આવ્યા છે. 6 મે થી 12 મે સુધી નિયમો લાગુ કરાયા છે. રાત્રે 8:00 થી 06:00 સુધી કર્ફ્યુ લાગુ કરવામાં આવશે.

રાધનપુર, કડી વિસનગર માં, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસામાં પણ નિયમો લાગુ કરાયા છે અને ધાર્મિક સંસ્થાઓ બંધ રહેશે. હાલ કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ વધુ આઠ શહેરોનો ઉમેરો થતાં.

રાજ્યમાં 36 શહેરોમાં મીની લોકડાઉન જેવી સ્થિતિ નું સર્જન થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જૂનાગઢમાં સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા જ્યાં તેમને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

અને ત્યાર બાદ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે મેયર, જિલ્લા કલેકટર, કમિશનર અને આરોગ્ય અધિકારી સહિત સાથે કોવિડ 19 ની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!