સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એક વખત થયું આટલો વધારો – જાણો સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ…

Published on: 12:22 pm, Wed, 30 March 22

દેશમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની વાત કરીએ તો દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સતત ભાવ વધારો થતાં સામાન્ય જનતા મુંઝવણમાં મુકાય છે. દેશમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ, શાકભાજી અને મરી મસાલાના ભાવમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે ખાદ્યતેલના ભાવમાં પણ ભારે અસર પડી છે. ખાદ્યતેલના ભાવમાં ગઈકાલે વધારો કરવામાં આવ્યો હતો. દેશમાં છેલ્લા એક મહિનામાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થયો છે.

ગઈકાલે સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે કપાસિયા તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો થતાં જ સીંગતેલના ડબ્બાનો ભાવ 2690 રૂપિયાએ પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2640 રૂપિયાએ પહોંચી ગયો છે.

છેલ્લા એક માસમાં સિંગતેલના ડબ્બાના ભાવ માં 290 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 275 રૂપિયાનો વધારો થયા છે. અન્ય તેલના ડબાના ભાવ ની વાત કરીએ તો, પામોલીન તેલના ડબ્બાનો ભાવ 2370 રૂપિયા ચાલી રહ્યો છે. સરસાવ તેલના ડબ્બાનો ભાવ 2500 રૂપિયા ચાલી રહ્યો છે.

સન ફ્લાવર તેલના ડબ્બાનો ભાવ 2470 રૂપિયા ચાલી રહ્યો છે. વનસ્પતિ ઘી તેલના ડબ્બાનો ભાવ 2530 રૂપિયા ચાલી રહ્યો છે. કોકોનેટ તેલના ડબ્બાનો ભાવ 2620 રૂપિયા ચાલી રહ્યો છે. દિવેલ તેલના ડબ્બાનો ભાવ 2400 રૂપિયા ચાલી રહ્યો છે. કોન ઓઇલ તેલના ડબ્બાનો ભાવ 2340 રૂપિયા ચાલી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એક વખત થયું આટલો વધારો – જાણો સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*