ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો વચ્ચે હલચલ વધી રહી છે તમામ રાજકીય પક્ષો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણી જોઈએ તો આ વખતે ભાજપને આમ આદમી પાર્ટી સારી એવી ટક્કર આપી શકે છે.
ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પાટીદાર સમાજ પણ હરકતમાં આવ્યો છે. એવામાં અમદાવાદ ખાતે ઉમિયા માતાજી સંસ્થાન ઊઝાના દ્રષ્ટિ સી.કે. પટેલ નું મોટું નિવેદન સામે આવ્યું છે.
ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સી કે પટેલે નિવેદન આપ્યું કે પાટીદાર સમાજ રાજકીય ચર્ચા વિચારણા માટે એકત્રિત થશે. આ ઉપરાંત તેમને જણાવ્યું કે આગામી દિવસોમાં પાટીદાર અગ્રણીઓની બેઠક મળશે.
જે બેઠકમાં તમામ સંસ્થાઓના અગ્રણીઓ રાજકીય ચર્ચા કરશે. સમગ્ર ચર્ચા થયા બાદ યોગ્ય સમયે ધમાકેદાર જવાબ આપવામાં આવશે. જે કે પાટીદાર મુખ્યમંત્રી મામલે સી કે પટેલે મૌન સેવ્યું હતું.
આ ઉપરાંત આગામી 13 ડિસેમ્બરના રોજ પાટીદાર સમાજ દ્વારા અનેક પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાશે. આ બેઠકનું આયોજન કરવા પાટીદારોના નેતૃત્વમાં કરાયું હતું. તેમજ ઉમિયાધામ કેમ્પસ અમદાવાદ ખાતે કર્યું હતું.
આજની પાટીદાર આગેવાનોની બેઠકમાં પાટીદાર સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા. આ બેઠકમાં રમેશભાઇ દુધવાળા, વાસુદેવ પટેલ, સી કે પટેલ અને મણીભાઈ પટેલ સહિત બાબુ જમના પટેલ પણ હાજર રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.