ગુજરાતમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ…

Published on: 10:28 pm, Sun, 25 July 21

ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે.

આગાહી મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના અનેક પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. ગઇકાલે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડયો હતો અને આગામી સમયમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ડાંગ, તાપી, નર્મદા અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે જામનગર, ગીર સોમનાથ વગેરેમાં હળવો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેલા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે ની સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાવાને લીધે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ 8 થી 10 ટકા જેટલી ઘટ છે. અને કુલ સિઝનનો 30 ટકા વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોડી સાંજે વરસાદ પડ્યો હોય તેવી જ રીતે બનાસકાંઠાના પાલનપુર, રાધનપુર, ડીસા માં પણ વરસાદે હાજરી પુરાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ગુજરાતમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ…"

Leave a comment

Your email address will not be published.


*