પાટીદાર યુવાનો પર કેસો પાછા ખેંચવા ને લઈને પાટીદાર નેતા નું સરકારને અલ્ટિમેટમ,કહ્યુ કે…

Published on: 12:04 pm, Mon, 15 November 21

રાજકોટ જિલ્લાના જસદણ માં પાટીદાર સમાજ ભવનના ભૂમિ પૂજન તેમજ પાટીદાર શહીદ સ્મારક ભવન લોકાર્પણ કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ ઉપરાંત ઊંઝા ઉમિયા ધામ ના મણીભાઈ પટેલ અને

હાર્દિક પટેલ અને લાલજી પટેલ અને વરૂણ પટેલ અને અલ્પેશ કથીરિયા જેવા દિગ્ગજ આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના અનેક સંતો અને મહંતો પણ હાજર રહ્યા હતા.

પાટીદાર સમાજના લાલજી પટેલે આ તકે ઉપસ્થિત રહીને બે મોટી અને મહત્વની માગણીઓ સમાજ સાથે મળીને સરકાર પાસે મૂકી છે. પાટીદાર આંદોલન વેળા એ જે ઘટના ઘટી અને જે યુવકો મોતને ભેટયા

હતા તેના પરિવારને નોકરી અને સમાજના યુવકો પર થયેલા કેસો પાછા ખેંચવા વાતને દોહરાવી હતી.જસદણમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં ખોડલધામના દ્રષ્ટિ નરેશ પટેલ સમાજની પ્રગતિ થી દેશની પ્રગતિની

વાત કરી. તેમને કહ્યું કે સમાજ જે સંગઠન ઈચ્છતો હતો તે યુવાનોએ કરી બતાવ્યું છે. સરપંચ થી સાંસદ પણ પાટીદારો હોવો જોઈએ અને કલાર્કથી લઈને કમિશનર પણ પાટીદાર હોવો જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!