આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં એક પછી એક હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષપ ની પણ અસર થવાની સંભાવના રહેશે.
હમણાં પશ્ચિમી વિક્ષેપ ની અસર થવી જોઈએ તે થતા ન હતા પરંતુ હવે ધીરે ધીરે પશ્ચિમની ગરબડ શરૂ થતા થોડા દિવસોમાં ન્યુનતમ તાપમાન ઘટાડો થવાની શક્યતા રહે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું.
બંગાળના ઉપસાગર અને અરબ સાગર ના ભેજ ના લીધે દક્ષિણ મહારાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાત અને તેલંગાણાના દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે. 16 નવેમ્બર બાદ બંગાળના
ઉપસાગરમાં હવાના દબાણ વધવાની શક્યતા રહે અને ભારતના મહદ ભાગોમાં 17 થી 20 માં ઘણા ભાગોમાં માવઠું થવાની પણ શક્યતા રહે.પંચમહાલ ના ભાગો, ઉત્તર મધ્ય ગુજરાત ના ભાગો, ભરૂચ
અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને કોઈ ભાગોમાં માવઠું થાય તો કોઈ ભાગોમાં અષાઢી માહોલ જેવી શક્યતા રહે અને કમોસમી વરસાદ વીજળીના કડાકા સાથે થવાની શક્યતા રહે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!