લગ્નમાંથી પરત ફરી રહેલા પટેલ યુવાને રસ્તામાં ટ્રકચાલકે લીધા અડફેટેમાં, પટેલ યુવાનનું કરૂણ મૃત્યુ…

Published on: 10:17 am, Sun, 8 May 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ધરમપુરના માલનપાડા ચાર રસ્તા પાસે રહેતા 48 વર્ષીય પટેલ યુવાને અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના શુક્રવારના રોજ સાંજે લગભગ 8:45 વાગ્યાની આસપાસ બની હતી. 48 વર્ષીય રહીશ હિતેશભાઈ ધનસુખભાઈ પટેલ શુક્રવારના રોજ સાત વાગ્યાની આસપાસ તીસ્કરી તલાક ગામે મિત્રના ઘરે લગ્ન પ્રસંગમાં જવાનું છે તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા.

મળતી માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં હાજરી આપીને હિતેશભાઈ લગભગ ઘરે આવતા હતા ત્યારે નવ વાગ્યાની આસપાસ બરોલીયા નિશાળ ફળિયા ધરમપુરથી નાનાપોંઢા જતા રોડ ઉપર GJ 03 AX 8139 નંબરના ટ્રકચાલકે હિતેશભાઈની GJ 15 CC 5869 નંબરની બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં હિતેશભાઈ રોડ પર ફંગોળાઇ ગયા હતા. આ કારણોસર તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બન્યા બાદ તેમને 108માં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પર તબીબે હિતેશભાઈને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને ચેતન ભાઈ ઠાકોરભાઈ પટેલ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા હિતેશભાઈ પટેલ ધરમપુર પાણી પુરવઠા કચેરીમાં સેવક તરીકે ફરજ બજાવતા હતા.

હિતેશ ભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નમાંથી પરત ફરી રહેલા પટેલ યુવાને રસ્તામાં ટ્રકચાલકે લીધા અડફેટેમાં, પટેલ યુવાનનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*