માતા-પિતાએ પોતાના બાળકોને ઝેરી દવા આપીને સુસાઈડ કરી લીધું… મરતા પહેલા સુસાઈડ નોટમાં કંઈક એવું લખ્યું કે “અમારી ઈચ્છા છે કે…”

Published on: 11:14 am, Thu, 13 July 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પતિ-પત્નીએ તેમના બે દીકરાઓ સાથે સુસાઇડ કરી લીધું તેવું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે ઘરમાંથી પતિ-પત્નીનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

જ્યારે બંને દીકરાઓને ઝેરી દવા આપવામાં આવી હોય તેવી આશંકાઓ છે. મળતી માહિતી અનુસાર પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ ઘટના ભોપાલના રતીબાદમાંથી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 38 વર્ષના ભુપેન્દ્ર વિશ્વકર્મા નામના વ્યક્તિએ પોતાની પત્ની રીતું, 9 વર્ષનો દીકરો ઋતુરાજ અને 3 વર્ષનો દીકરો ઋષિરાજ સુસાઇડ કર્યું છે.

મળતી માહિતી અનુસાર પોલીસને ઘરમાંથી ચાર પાનાની એક સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મારા પરિવારને માફ કરી દેજો. હું મજબૂર છું. કદાચ અમારા ગયા પછી બધું સારું થઈ જશે. મારી સૌને વિનંતી છે કે મારા ગયા પછી મારા પરિવારના સભ્યોને લોન માટે હેરાન ન કરતા. તેમજ કોઈ સંબંધીને હેરાન ન કરતા.

હું મારા પિતા, માતા, ત્રણ બહેનો, મોટાભાઈ ની માફી માંગુ છું. અમને માફ કરો અમે અહીં સુધી જ સાથે હતા. અમારી બીજી ઈચ્છા છે કે અમારો સામૂહિક અગ્નિ સંસ્કાર થાય. પોસ્ટમોર્ટમ ન કરવું જોઈએ, જેથી અમે ચારેય સાથે રહીએ. આ ઉપરાંત ઘણું બધું સુસાઇડ નોટ ની અંદર લખ્યું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

એક જ પરિવારના ચાર સભ્યોના મોત થતા રસ્તા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે, લોનથી હેરાન થઈને પરિવારે સુસાઇડ જેવું મોટું પગલું ભર્યું છે. પરંતુ પોલીસની યોગ્ય તપાસ પૂર્ણ થયા બાદ ચારેયના સુસાઇડનું સાચું કારણ જાણવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતા-પિતાએ પોતાના બાળકોને ઝેરી દવા આપીને સુસાઈડ કરી લીધું… મરતા પહેલા સુસાઈડ નોટમાં કંઈક એવું લખ્યું કે “અમારી ઈચ્છા છે કે…”"

Leave a comment

Your email address will not be published.


*