સમાચાર

બાઈક પર જતા માતા-પિતા અને દીકરાનું અકસ્માતમાં દર્દનાક મોત… એક સાથે 3 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજો કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અકસ્માતની ઘટનામાં માતા-પિતા અને તેમના માસુમ બાળકનું કરુણ મોત થયું છે. ત્રણેય બાઈક પર જઇ રહ્યા હતા આ દરમિયાન સામેથી આવી રહેલા અજાણ્યા વાહને તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતની ઘટનામાં ત્રણેયનું રિબાઇ રિબાઈને મોત થયું છે. ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ગઈકાલે એક સાથે ત્રણેયના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોની અર્થે ઉઠતા અંતિમ સંસ્કારમાં હાજર સૌ કોઈ લોકો રડી પડ્યા હતા.

આ ઘટના રાજસ્થાનના પાલીમાંથી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતની ઘટના 24 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે બની હતી. ચેલારામ નામનો એક વ્યક્તિ પોતાની પત્ની અને 12 વર્ષના દીકરા સાથે રાત્રિના સમયે બાઈક પર જઈ રહ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં સામેથી આવતા અજાણ્યા વાહને તેની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ચેલારામની પત્ની અને તેના દીકરાનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ચેલારામ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા, ત્યારે રસ્તામાં તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. એક સાથે પરિવારના ત્રણ સભ્યોના મોત થતા હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *