બાઈક પર સવાર 3 જીગરી મિત્રોને ઝડપી કાર ચાલકે હવામાં ઉડાડયા… ત્રણેય મિત્રોના કમકમાટીભર્યા મોત…

હાલમાં બનેલી વધુ એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. ગુરૂવારના રોજ રાત્રે ઝડપમાં આવતી એક કાર ચાલકે યુવકોની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આરોપી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. આ અકસ્માતની ઘટના છત્તીસગઢ માંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો, 23 વર્ષીય છત્રપાલ કોરરામ, 26 વર્ષીય જીતેશ અને 28 વર્ષીય ચુનેશ્વર નામના ત્રણ યુવકો કોઈ કામથી ગુરૂવારના રોજ રાત્રે બહાર ગયા હતા.

જાણવા મળી રહ્યું છે કે ત્રણેય એક જ બાઈક પર સવાર હતા અને કામ પતાવીને પછી ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પુરપાટ ઝડપે જાતિ એકકારે તેમની બાઈક અને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક પર સવાર ત્રણેય યુવકો ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને રોડ પર પડ્યા હતા.

ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અન્ય બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તે બંનેનું પણ મોત થયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*